એસીબી વધુ એક લાંચિયા અધિકારીને પકડી પાડયો છે. પાલનપુર તાલુકાના સેન્ટ્રલ જીએસટી ઓફિસ ખાતે ફરજ બજાવતા સીજીએસટી ઇન્સ્પેકટર ૨ એ જીએસટી ના વેરીફીકેશન ના રિપોર્ટ પોઝિટિવ આપવા માટે રૂ. ૨૦૦૦ ની માંગણી કરી હતી. જે લાંચની રકમ સ્વીકારતા એસીબીએ પકડી પાડયો છે.
મળતી માહિતી અનુસાર, ફરીયાદીના પિતાએ ઇ-કોમર્સ ઘંઘો શરૂ કરવા માટે જીએસટી નંબરની જરૂર પડતા ઓનલાઇન અરજી કરી હતી. જે અરજદારની અરજી અંતર્ગત સીજીએસટી ઇન્સ્પેકટર વર્ગ ૨ ના આરોપીએ ફરીયાદીને ફોન કરી જીએસટી નંબર બાબતે સ્થળ વિઝીટ કરી વેરિફિકેશન કરવા માટે આવતા ફરિયાદીનાં ઘરે રૂબરૂ જઇ વિજીટ કરી ફોટા પાડી પોઝિટિવ રિપોર્ટ આપવા માટે રૂ.૨૦૦૦/- લાંચની ગેરકાયદેસર માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ન હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદને આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી હનુમાનપ્રસાદ રામકિશન બૌરવા સીજીએસટી ઇન્સ્પેકટર વર્ગ ૨ ના અધિકારીએ પાલનપુર સેન્ટ્રલ જીએસટી ઓફીસની બાજુમાં શ્રદ્ધા રેસીડેન્સી આગળના જાહેર રોડ ઉપર ઢુંઢીયાવાડી પાલનપુર તાલુકા ખાતે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઇ જતાં તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યું છે… જેમાં ટ્રેપિંગ અધિકારી તરીકે એન. એ. ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન પાલનપુર અને સુપરવિઝન અધિકારી તરીકે કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ ભુજ દ્વારા કામગીરી કરવામાં આવી હતી