ફરાર આરોપીની સંપતિ જપ્તી વોરંટ જારી કરાયા બાદ સાંજે પોલીસ હેડ કોન્સ્ટેબલ હાજર થયા :
મોરબી – રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાની હદમાં આવેલ હોટલ કમ્ફર્ટમા ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં ગત તા.25 ઓક્ટોબરના રોજ દરોડો પાડી ઈન્ચાર્જ પીઆઈ વાય.કે. ગોહિલે 12 લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનર કાર સહિત 63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના જાણીતા શિલ્પા જવેલર્સવાળા ભાસ્કર પારેખ સહિત 9 આરોપીઓને પકડી પાડયા હતા. બીજી તરફ હોટલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડા બાદ પોલીસબેડામા ખળભળાટ મચી જાય તેવા એક્શન આવ્યા હતા. આ જુગારકલબમાં દરોડા બાદ વહીવટની ચર્ચાઓ પણ ઉઠી હતી. ત્યારબાદ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ઈન્ચાર્જ પીઆઈ વાય.કે.ગોહિલને વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સૌલંકીની દ્વારકા જીલ્લામાં બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી.
જોકે વાત આટલે થી ન અટકતા પોલીસ અને મોરબી જિલ્લા માં ચકચાર જગાવી સ્ટેટ મોનીટરીંગ સેલ ના નિર્લિપ્ત રાય ડિ વાય એસ પી કે ટી કામરીયા સહિતની ટીમે રૂબરૂ ધામા નાખ્યા બાદ ધગધગતો રિપોર્ટ અને ખુદના પોલીસ મથકે પિ આઈ ગોહેલ, ડિ સ્ટાફના જમાદાર સહિતના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં બન્ને આરોપી તપાસ માં હાજર થવાને બદલે ભુગર્ભમા ઉતરી જતા અંતે તપાસ કરનાર લિમડી ડિવાયએસપી રબારીએ મિલકત જપ્તી વોરંટ જારી કરતા આજે મહિપતસિંહ સોલંકી લિમડી પોલીસ મથકે હાજર થયાનું જાણવા મળ્યું છે.