મોરબી શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ સાંકડી શેરીમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મકબુલ બસીરભાઈ બ્લોચ ઉવ.૨૯, રમજાન ઓસમાનભાઈ રાઉમા ઉવ.૨૭ તથા ઇમરાન સીદીકભાઈ બ્લોચ ઉવ.૩૯ ત્રણેય રહે. મકરાણીવાસ મોરબી વાળાને રોકડા રૂ.૫૯૦/-સાથે સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.