મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે રણછોડનગર વિસ્તારમાં સરદારજીના બંગલાવાળી શેરીમાં રેઇડ કરતા જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીના જુગારની મજા માણતા કાનજીભાઈ મગનભાઈ શ્રીમાળી ઉ.૫૨ રહે. વીશીપરા પ્રજાપતી કારખાનાની ઓરડી મોરબી, અર્જુનસિંગ જીવનસિંગ રાજપુત ઉ.૧૮ રહે વીશીપરા રણછોડનગર, જયેશભાઈ માણેકલાલ ત્રીવેદી ઉ.૨૧ રહે રણછોડનગર, સૌકતભાઈ ઇસ્માઇલભાઈ સાઈચા ઉ.૨૫ રહે વીશીપરા રણછોડનગર તથા વિજયભાઈ નાગજીભાઈ રાવ ઉ.૩૧ રહે વીશીપરા જુના હાઉસીંગ બોર્ડવાળાની રોકડા રૂ.૧૮,૦૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.