માલઢોરના નીરણ નીચે દેશી દારૂ તેમજ ગમાણમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂ છુપાવી રાખ્યો હતો.
વાંકાનેર તાલુકા પોલીસને મળેલ બાતમીને આધારે તાલુકાના રંગપર ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, જ્યાં માલઢોરને આપવામાં આવતી નીરણના ઢગલા નીચે છુપાવી રાખેલ ૧૪૦ લીટર દેશી દારૂ તથા ઢોરાને ખાવાનું નાખતી ગમાણમાં ચોર ખાનું બનાવી તેમાં છુપાવી રાખેલ વિદેશી દારૂની ૮૦ બોટલ સહિતનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે આરોપી મકાન-માલીક દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના રંગપર ગામે આરોપી ભીખુભાઈ દાદભાઈ તકમરીયાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાને તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી, ત્યારે રહેણાક મકાનમા ફળીયામા માલ ઢોર માટે રાખેલ સુકા નીરણના પુળાના ઢગલાની નીચે છુપાવી રાખેલ દેશી પીવાના દારૂનો જથ્થો લીટર ૧૪૦ જેની કિ. રૂ.૨૮,૦૦૦/- તથા ફળીયામા જ ઢોર બાંધવા માટે બનાવેલ ઢાળીયામા બનાવેલ ઢોરને ખાવાની જગ્યાએ ગમાણમા ગુપ્ત ખાનુ બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલની કાચની કંપની શીલપેક કુલ બોટલો નંગ-૮૦ કિ. રૂ.૧,૦૩,૮૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો. દેશી તથા વિદેશી દારૂનો કુલ મુદામાલ કિ. રૂ. ૧,૩૧,૮૦૦/-નો રેઈડ દરમ્યાન જથ્થો મળી આવ્યો હતો, જ્યારે દરોડા દરમિયાન આરોપી ભીખુભાઈ દાદભાઈ તકમરીયા હાજર નહી મળી આવતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.