હળવદ તાલુકાના દિધડીયા ગામે આવેલ બ્રાહ્મણી નદીમાં નાહવા ગયેલા ૫૦ વર્ષીય પ્રૌઢ દુર્ઘટનાવશ પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
હળવદ તાલુકાના દિધડીયા ગામે બ્રાહ્મણી નદીમાં ગઈકાલ તા.૨૦/૦૫ ના રોજ સાંજના સમયે દિઘડીયા ગામના રહીશ હંસરાજભાઈ સોમાભાઈ ગડેસા ઉવ.૫૦ નદીમાં નાહવા ગયા હતા. કોઈ અનિચ્છનિય પરિસ્થિતિના કારણે તેઓ નદીના પાણીમાં ડૂબી ગયા અને તેમનું મૃત્યુ થયું. આ અંગે મરણજનારના ભાઈ વાલજીભાઈ સોમાભાઈ ગડેસાએ હળવદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.