મોરબી તાલુકાના બીલીયા ગામે રહેણાક મકાનમાં જુગારની મહેફિલ માંડી બેઠેલા સાત જુગારીને રોકડા ૩.૩૮ લાખ તથા બે નંગ મોબાઇલ સહિત ૩.૪૮ લાખના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યા છે, આ સાથે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથક પીઆઇ એસ.કે.ચારેલ સર્વેલન્સ ટીમ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન કોન્સ. મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમા તથા ભગીરથભાઇ દાદભાઈ લોખીલને મળેલ બાતમી હક્કીત આધારે જુગારની રેઇડ કરવામાં આવી હતી, જેમાં તાલુકાના બીલીયા ગામે ભરતભાઇ રૂગ્નાથભાઇ પટેલના રહેણાક મકાનમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા કુલ-૦૭ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જે પકડાયેલ આરોપીમાં ભરતભાઇ રૂગ્નાથભાઇ પટેલ રહે. બીલીયા ગામ, મનસુખભાઇ હરખાભાઇ પટેલ રહે. મોરબી રવાપર રોડ દપર્ણ સોસાયટી ફલેટ નંબર ૩૦૨, પુનીતભાઇ માવજીભાઇ પટેલ રહે. કન્યા છાત્રાલય રોડ રૂષીકેશ એપાર્ટમેન્ટ ફલેટ ૧૦૧ મોરબી, જયેશભાઈ કાનજીભાઇ પટેલ રહે. પંચાસર રોડ પ્રમુખ સ્વામી સોસાયટી મોરબી, કૌશીકભાઇ દેવજીભાઇ રહે.બીલીયા ગામ, કપીલભાઇ પ્રહલાદભાઇ પટેલ રહે.બીલીયા ગામ તથા જયેશભાઇ વનજીભાઇ પટેલ રહે.વાવડી ગામ વાળાને રોકડ રૂ.૩,૩૮,૬૦૦/- તથા બે એન્ડ્રોઇડ મોબાઇલ કીરૂ ૧૦,૦૦૦/- એમ કૂલ ૩,૪૮,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.