એ. સી.બી ટીમે. બે લાંચિયા પોલીસ કર્મચારીઓને પકડી વધુ એક સફળ ટ્રેપ કરી છે. જામનગર સિટી એ ડિવિજન પોલીસ સ્ટેશનના ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના એ.એસ. આઇ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરિયાદીને હેરાન નહિ કરવા અને લોકઅપમાં નહિ બેસાડી રાખવા બદલ રૂ. ૧૦,૦૦૦ ની ગેર કાયદેસર લાંચની માંગણી કરી હતી. તેમજ ફરિયાદીને મામલતદાર કચેરી ખાતે હાજર કરતી સમયે પોલીસ હેડ કોન્સ્ટેબલ રૂ. ૨૦૦૦ લઈ લીધા હતા. અને અન્ય ૮૦૦૦ ફોન કરીને આપી જવાનું કહેતા ફરિયાદીની ફરિયાદને આધારે લાંચનું છટકુ ગોઠવી બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, જાગૃત ફરિયાદી વિરૂધ્ધ અરજી થઈ હતી. જેની તપાસ સિટી એ ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના એએસઆઇ યુવરાજસિંહ ગોહિલ કરતા હતા. અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજા તેમની સાથે કામગીરી કરે છે. જેમાં એએસઆઇએ ફરીયાદીને હેરાન ન કરવા અને લોકઅપમાં નહીં બેસાડી તાત્કાલીક મામલતદાર કચેરીમાં રજુ કરી દેવાના અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જે રકમ પોલીસ હેડ કોન્સ્ટેબલને આપી દેવાનું જણાવ્યુ હતુ. જેમાં ફરીયાદીને તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ અટક કરી મામલતદાર કચેરીમાં રજુ કરતા પહેલા ફરીયાદીશ પાસે થી રૂ.૧૦,૦૦૦/- માંગતા ફરીયાદી પાસે તે વખતે તેટલી રકમ ન હોવાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ રૂ.૨,૦૦૦/- લઇ લીધા હતા. અને બાકીના રૂ.૮,૦૦૦/- ફોન કરીએ આપી જવાનું જણાવ્યું હતું.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાએ ફરીયાદી સાથે વાતચીત કરી, લાંચની રકમ રૂા.૮,૦૦૦/- માંગી, સ્વીકારી બન્ને આરોપીઓએ એક બીજાને મદદગારી કરી પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરતા ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના એએસઆઇ યુવરાજસિંહ ગોહિલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં ટ્રેપિંગ અધિકારી તરીકે આર.એન.વિરાણી, ફિલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી., રાજકોટ એકમ અને સ્ટાફ તેમજ સુપરવિઝન અધિકારી તરીકે કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી