Saturday, May 24, 2025
HomeGujaratધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ની રજૂઆત ફળી : પ્રસૂતા સમયે મહિલા દર્દી એ...

ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ની રજૂઆત ફળી : પ્રસૂતા સમયે મહિલા દર્દી એ બહારગામ નહીં જવું પડે

હળવદ સરકારી હોસ્પિટલ માં ગાયનેક ડોક્ટર ની નિમણૂક કરાઈ – તાલુકા ની જનતા ને આ સેવા નો લાભ લેવા આહ્વાન

- Advertisement -
- Advertisement -

 

હળવદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે દર મહિને ૧૫૦ આસપાસ બહેનો ને પ્રસૂતા સમયે નોર્મલ ડિલિવરી થઈ રહી છે પરંતુ સિજેરિયન ડિલિવરી માટે દર્દી ને ના છૂટકે મોરબી અથવા સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ માં રિફર કરવા પડતા ત્યારે આ અંગે નગરપાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો એ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ને હળવદ સરકારી હોસ્પિટલ માં ગાયનેક ડોક્ટર ની ખાલી પડેલી જગ્યા ને ભરી આપવા રજૂઆત કરી હતી ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા આ અંગે આરોગ્ય વિભાગ માં ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી હતી ત્યારે તે અનુસંધાને સરકારી હોસ્પિટલ હળવદ ખાતે સ્ત્રીરોગ નિષ્ણાંત તબીબ (ગાયનેક) ડૉ વિરાજ વિડજા ની નિમણૂક કરાઈ છે જેથી હવે પ્રસૂતા સમયે સિજેરિયન ઓપરેશન ની જરૂર જણાઈ તો પ્રસૂતા સમયે મહિલા દર્દી ને બહારગામ વધુ સારવાર માટે રીફર નહીં કરવા પડે અને હળવદ ખાતે જ નોર્મલ અને સિજેરિયન ડિલિવરી થઈ શકશે અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ના પ્રયાસ થી હોસ્પિટલ માં સોનોગ્રાફી મશીન સહિત તમામ અધ્યયન સાધનો વસાવવા માં આવ્યા છે જેથી દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલ માં સુવિધા મેળવે તેવી જ અથવા તેનાથી પણ ઉત્તમ સુવિધા નિઃશુલ્ક પણે મેળવી શકશે ડૉ વિરાજ વિડજા પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા આતુર છે ત્યારે આ નિમણૂક થકી અનેક દર્દી નારાયણ અને સામાન્ય પરિવારો ને લાભ મળશે ત્યારે ધારાસભ્ય નો હળવદ તાલુકા ની જનતા એ પણ આ તકે આભાર વ્યક્ત કર્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!