મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય સંજયભાઈ મેઘજીભાઈ ઉધરેજાની લાશ મચ્છુ નદીના પાણીમાંથી મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી મચ્છુ નદી નજીક ઇટોનાં ભઠા સામેના વિસ્તારમાં એક પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ મૃતકનુ નામ સંજયભાઈ મેઘજીભાઈ ઉધરેજા ઉવ.૩૫ રહે. વીસીપરા, રમેશ કોટન મીલની અંદર મોરબી વાળાની હોવાનું સામે આવ્યું છે, જે તા.૨૨/૦૫ ના સાંજથી તેમના ઘરેથી ગુમ થયેલા હતા. જેની ૨૩/૦૫ સવારના ૧૧/૦૦ વાગ્યે મચ્છુ નદીના પાણીમા ડુબી ગયેલ હાલતમા લાશ મળી આવતા સગા સબંધી મરણજનારની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.