મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા ૪૦ વર્ષીય યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના ફાટસર ગામમાં રહેતા મુન્નાભાઈ કેગુભાઈ ગાવડ ઉવ.૪૦ મૂળ વતન ડીંગી તા.રાણાપુર જી.જાંબુવા (મધ્યપ્રદેશ) વાળાએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા રહે. ફાટસર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.