મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર સરસ્વતી પાર્ટી-પ્લોટ સામે ખાડામાં આવેલ ઝૂંપડા નજીક એક મહિલા પોતાના ઝુંપડા પાસે શંકાસ્પદ ગતિવિધિ કરતી જોવા મળતા તુરંત પોલીસ ટીમે ત્યાં તપાસ કરી તલાસી લેતા મહિલા પાસેથી દેશી દારૂ બનાવવાનો આથો ૩૦ લીટર કિ.રૂ. ૬૦૦/- તથા દેશી દારૂ ૫ લીટર કિ.રૂ.૧ હજાર સહિત કુલ ૧,૬૦૦/-ના મુદ્દામાલ સાથે મહિલા આરોપી રેખાબેન હમીરભાઈ તળશીભાઈ સારોલીયા ઉવ.૩૩ ની અટકાયત કરવામાં આવી હતી, આ સાથે પોલીસે મહિલા આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.