મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામા મુજબ મોરબી એસ્યુર્ડ એપ્સમાં શ્રમિક/કારીગરોનું રજીસ્ટ્રેશન અનિવાર્ય કરવામાં આવ્યું હોય જે જાહેરનામા અનુસંધાને હળવદ પોલીસ ટીમ તપાસની કામગીરીમાં હોય તે દરમિયાન સુસવાવ ગામે રાતકડી વિસ્તારમાં આરોપી પ્રકાશભાઈ ઘોઘાભાઈ શીપરા ઉવ.૩૧ રહે. નવા સુંદરગઢ તા.હળવદ વાળો પોતે જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાની નીચે કામ કરતા ખેતમજુરના આઈ.ડી. પ્રુફ મેળવેલ ન હોઇ તેમજ મોરબી એસ્યુર્ડ એપ્સ.માં રજીસ્ટ્રેશન કરેલ ન હોઇ જેથી આરોપી પ્રકાશભાઈ શીપરાની જાહેરનામા ભંગની કલમ ૨૨૩ મુજબ હેઠળ અટક કરી હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.