મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમી મળી કે જુના દેવળીયા ગામે મોતીનગર વિસ્તારમાં આરોપી અજય ઉર્ફે બાચકી પોતાના કબ્જાવાળા પડતર મકાનમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે, જે બાતમીને આધારે તુરંત પડતર મકાનમાં રેઇડ કરતા, મકાનમાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૨૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૫,૦૦૦/- મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી અજયભાઈ ઉર્ફે બાચકી કિશોરભાઈ દેગામા રહે. જુના દેવળીયા મોતીનગર વિસ્તાર વાળો સ્થળ ઉપર હજાર નહિ મળી આવતા, તેની અટકાયત કરવા તપાસની તજવીજ શરૂ કરી છે. આ સાથે એલસીબી પોલીસ ટીમે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.