વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઢુવા માટેલ રોડ ઉપર આવેલ ભારતીય પેટ્રોલપંપ પાસે સનહાર્ટ કારખાના બાજુ જવાના રસ્તે જાહેરમા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૮ નંગ બોટલ સાથે આરોપી નિલેશભાઈ પ્રદીપભાઈ ભટ્ટ ઉવ.૩૫ રહે.વાંકાનેર વીશીપરા ગોદામ રોડની સામે વાળાની અટકાયત કરી છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ. ૧૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠવલ ગુનો નોંધી કાયદેસરની તપાસની તજવીજ હાથ ધરી છે