મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલી ઇટાલેક સિરામિક કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા ૫૬ વર્ષીય શ્રમિક સુતા હોય જે બાદ ઉઠ્યા નહિ ત્યારે પરિવારજનો દ્વારા ચેક કરતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ તાલુકા પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલી ઇટાલેક સિરામિક કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિક ગોપાલ મનો ઉર્ફે કરન મરંદી ઉવ.૫૬ મૂળ ઓડિશાના મયુરભંજ જીલ્લાના બાગાબંદી ગામના વતની હતાં. તેઓ મજૂરી કામ માટે મોરબીમાં આવી કારખાનામાં કામ કરતા હતા. તા. ૨૩ મે ૨૦૨૫ના કોઈક સમયે તેઓ લેબર ક્વાર્ટરમાં સૂઇ ગયા હતા. તેમની સાથે રહેલા પરિવારજનો અને સાથી શ્રમિકોએ જોયું ત્યારે તેઓ ઉઠ્યા ન હતા. જેથી ચેક કરતા ગોપાલભાઈનું કોઈ કારણોસર મરણ થયું હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની તુરશી ગોપાલ મરંદી સહિતના પરિવારજનોએ તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે