ટંકારા અયોધ્યાપુરી સોસાયટીના આર્ય નગર વિસ્તારના લોકોએ ટંકારા નગરપાલીકાના ચીફ ઓફિસર ને પત્ર લખી આર્યનગર વિસ્તારની આજુબાજુમાં આવેલ વોકળાની સાફ સફાઈ બાબતે રજૂઆત કરવામાં આવી છે. કારણે કે વોકળામાં હાલ બાવર ઉગી નીકળ્યાં છે જેને કારણે પાણીનો પ્રવાહ અટકી જતા આર્યનગરમાં પ્રાણી ધૂસી જાય છે તેથી વહેલી તકે વોકળાની સાફ સફાઈ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ટંકારા અયોધ્યાપુરી સોસાયટીના આર્ય નગર વિસ્તારના લોકોએ ટંકારા નગરપાલીકાના ચીફ ઓફિસર ને પત્ર લખી આર્યનગર વિસ્તારની આજુબાજુમાં આવેલ વોકળાની સાફ સફાઈ બાબતે રજૂઆત કરવામાં આવી છે. જેને લઈને વધુમાં જણાવ્યું છે કે થોડા જ દિવસોમાં ચોમાસુ શરૂ થવાનું છે ત્યારે આર્ય નગર વિસ્તારની આજુબાજુમાં જે વોકળાઓ આવેલા છે તેમાં મોટી સંખ્યામાં બાવળ તેમજ પાઇન હોય જે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહમાં નડતરરૂપ બને છે. અને પાણીનો પ્રવાહ અટકી જાય છે અને પાણી સીધું આર્ય નગર વિસ્તારમાં આવી જાય છે. જેને લઇને ઘરોમાં પાણી ઘૂસી જાય છે. જેથી આ કામગીરીને ડિઝાસ્ટરમાં લઇને તાત્કાલિક ધોરણે વોકળાની સાફ સફાઈ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.