મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે આંગડિયા પેઢીના માલિક પાસેથી 90 લાખની લૂંટ કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જિલ્લામાં નાકાબંધી કરી બે આરોપીઓની ધરપકડ કરી હતી. બાદ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
ટંકારા નજીક ૯૦ લાખની લૂંટ કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ટંકારા નજીક લખધીરગઢ નામના ગામડામાં રહેતા કારખાનેદાર દિગ્વિજય અમરસીભાઈ ઢેઢીની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીની ધરપકડ કરી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં આરોપી દિગ્વિજય દ્વારા જણાવવાવામાં આવ્યું છે કે, તેના ટંકારા સ્થિત કારખાને બેસી લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને પાંચ લૂંટારાઓ લૂંટના બે દિવસ પહેલાથી જ આરોપીઓ દિગ્વિજયના કારખાને રોકાયા હતા. જ્યાં લૂંટારાઓને દિગ્વિજયએ રસ્તા બતાવ્યા હતા.ત્યારે ટંકારા પોલીસે આરોપી દિગ્વિજયને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.