હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર વિરુદ્ધ સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી તથા ભોગ બનનારને શોધવા કવાયત શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હળવદ તાલુકાના એક ગામમાં ખેત-મજૂરી કરતા પરિવારની ૧૫ વર્ષ ૯ માસ વય ધરાવતી દીકરીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જનાર આરોપી મોંઘજીભાઈ ઉર્ફે ભલો ઉદેસીંગ તડવી રહે. ભુરધા ગામ તા.બોડીલી જી. છોટાઉદેપુર વાળા વિરુદ્ધ સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી તપાસની તજવીજ હાથ ધરી છે