ભાડા કરારની નકલ પોલીસ સ્ટેશનમાં ન જમા કરાવી જાહેરનામાનો ભંગ કરનાર કારખાના માલીક સામે ટંકારા પોલીસે કાર્યવાહી શરૂ કરી.
ટંકારા તાલુકાના જબલપુર ગામના કારખાનામાલીકે પોતાના બાલાજી કોયર કારખાનાનો શેડ ભાડે આપી તેનો ભાડાકરાર ટંકારા પોલીસ સ્ટેશનમાં ન જમા કરાવતા અને જીલ્લા મેજિસ્ટ્રેટશના જાહેરનામાની અવગણના કરી હોય જેથી તેની વિરુદ્ધ ટંકારા પોલીસે આરોપી કારખાના માલીક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ ટીમ તાલુકાના જબલપુર ગામ નજીક જાહેરનામા અંગે તેમજ અન્ય ગુનાની તલાસ અર્થે તપાસની કામગીરીમાં હોય તે દરમિયાન બાલાજી કોયર કારખાનાનો શેડ ગત તા.૨૦/૦૧ થી ભાડે રાખ્યો હોય જેનો ભાડા કરાર કારખાના માલીક અંબારામભાઈ બોડા રહે. જબલપુર વાળાએ કરી આપ્યો હોય પરંતુ આજદિન સુધી આ ભાડા કરાર અંબારામભાઈએ ટંકારા પોલીસ મથકમાં જમા ન કરાવી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોય જેથી પોલીસે આરોપી અંબારામ ભાઈ પોપટભાઈ બોડા ઉવ.૭૬ રહે. જબલપુર તા.ટંકારા વાળા વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે