મોરબી અને વાંકાનેર ટાઉનમાં બે અલગ અલગ અપમૃત્યુના બનાવની મળતી વિગતો અનુસાર, મોરબી શહેરના જુના ઘુટુ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટી ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઈ છગનભાઇ ચાવડા ઉવ.૬૦ એ ગત તા.૨૪/૦૫ ના રોજ પોતાના રહેણાંકમાં ગળેફાંસો ખાઈ લેતા રામેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે બી ડિવિઝન પોલીસે મૃતકના પુત્ર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર ટાઉનમાં ભાટીયા સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર મણીલાલ કારીયા ઉવ.૬૦ વાળાએ ગઈકાલ તા.૨૬ મે ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાને ગળેફાંસો ખાઈ લેતા, પરિવારજનો મૃત હાલતમાં તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસ ટીમે સ્થળ ઉપર પહોંચી લાશનું ઇન્કવેસ્ટ પંચનામું સહિતની કામગીરી હાથ ધરી હતી, હાલ પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની એન્ટ્રી કરી આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવી છે