મોરબીના આમરણ નજીક વહેલી સવારે અકસ્માત થવાની ઘટના સામે આવી હતી. જેમાં હોટલ નજીક સાઈડમાં પાર્ક કરેલ એસટી બસની પાછળ કાર ઘૂસી જવા પામી હતી. જે અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોનો બચાવ થયો હતો. આંધ્રપ્રદેશથી યાત્રાએ નીકળેલા લોકોને આમરણ નજીક ડ્રાઇવરને જોકુ આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જેને લઈને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના આમરણ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી હતી. જેમાં હોટલ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલ એસટી બસની પાછળ કાર ઘુસી જવા પામી હતી. જે અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા હતા. જ્યારે બે નો આબાદ બચાવ થયો હતો. જેમાં ૬૭ વર્ષીય કાસ્યારામ અને ૫૩ વર્ષીય રામાનુજ ચારુલુનું મોત થયું છે. આંધ્રપ્રદેશથી ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે મોરબીના આમરણ નજીક લોકોને અકસ્માત નડ્યો હતો.વહેલી સવારે કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.હાલ મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે