હળવદના યુવા સામાજિક કાર્યકર્તા, ગૌ સેવક અને શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેએ આજરોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હળવદના શહેરીજનો વતી અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાન નરન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગર ખાતે હળવદના યુવા અને ઉર્જાવાન સામાજિક કાર્યકર્તા, ગૌસેવક અને શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ ઓપરેશન સિંદુર માટે હળવદ શહેરની જનતા જનાર્દન વતી વંદન સાથે અભિનંદન પાઠવ્યા હતા.