કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ શહેરના વોર્ડ નં. ૪ ની મુલાકાત લઈ અનેક વિસ્તારમાં પીવાના પાણીની હાલાકીની માહિતી મેળવી હતી. તેમજ અધિકારીઓ સાથે ટેલીફોનીક વાત કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોન ન લાગતાં રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરશે તેમ કોંગ્રેસ શહેર પ્રમુખે જણાવ્યું છે. તેમજ યોગ્ય નિર્ણય કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના સાંમાકાંઠા વિસ્તારમાં આવેલ વોર્ડ નં ૪ ના ઉમિયાનગર અને ઢાર વિસ્તારના પીવાના પાણીની કફોડી સ્થિતિ બનતા માહિતી મેળવવા માટે સ્થળ મુલાકાત કરી હતી. જે બહેનો પાણી માટે દૂર દૂર સુધી પીવાનું પાણી ભરવા માટે જાય છે. ત્યારે વીડિયોમાં માધ્યમથી સત્તાધીશોને જણાવ્યું હતું કે અહી પીવાના પાણીની લાઈન આવેલી છે. જેમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓને કનેકશનો આપવામાં આવ્યા છે. જેથી પૂરતું પાણી પહોચતું નથી. તેમજ જે પાણી આવે છે જેમાં ગટરનું પાણી ભરી જતું હોવાથી પાણી પીવા લાયક નથી. તેમજ સરકાર દ્વારા સ્વચ્છતા અને ટેકસ ઉઘરાવવાના અભિયાન ચલાવવાને બદલે પીવાનું પાણી પહોંચાડવાનું અભિયાન ચલાવવું જોઈએ. તેમજ અધિકારીઓને ફોન ન લાગતાં આગામી સમયમાં રૂબરૂ રજુઆત કરવામાં આવશે. તેમજ નક્કર કાર્યવાહિ કરવામાં નહિ આવે તો લોકોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.