હળવદ પોલીસ દ્વારા તાલુકાના ડુંગરપુર ગામે આરોપી વિક્રમ વિઠલાપરાના રહેણાંક સામે આવેલ પડતર મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૨૭૪ બોટલ તેમજ બિયરના ૨૭ ટીન સહિતનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવેલ ન હોવાથી હળવદ પોલીસે તેને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ ટીમને બાતમી મળેલ કે ડુંગરપુર ગામે રહેતા વિક્રમભાઈ ગોરધનભાઈ વિઠલાપરા પોતાના રહેણાંકની સામે આવેલ પડતર મકાનમાં વિદેશી દારૂની બોટલનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે, ત્યારે જે બાતમીને આધારે તુરણ હળવદ પોલીસ ટીમે ત્યાં દરોડો કર્યો હતો, ત્યારે પોલીસે આરોપીના કબ્જા ભોગવટા વાળા પડતર મકાનમાંથી વિદેશી દારૂની ૭૫૦મીલી.ની ૩૯ તથા ૧૮૦મીલી.ની ૨૩૫ બોટલ એમ કુલ ૨૭૪ બોટલ તેમજ બિયરના ૨૭ ટીન એમ કુલ કિ.રૂ.૮૦,૩૯૦/- નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી વિક્રમભાઈ ગોરધનભાઇ વિઠલાપરા રહે. ડુંગરપુર તા.હળવદ વાળો હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.