Friday, June 6, 2025
HomeGujaratમાળીયા(મી): સુરજબારી ચેકપોસ્ટ નજીક બોલરોએ બલેનો કારને પાછળથી ઠોકરે ચડાવી, પાંચ ઇજાગ્રસ્ત.

માળીયા(મી): સુરજબારી ચેકપોસ્ટ નજીક બોલરોએ બલેનો કારને પાછળથી ઠોકરે ચડાવી, પાંચ ઇજાગ્રસ્ત.

માળીયા(મી): સુરજબારી ચેકપોસ્ટ નજીક બોલરોએ બલેનો કારને પાછળથી ઠોકરે ચડાવી, પાંચ ઇજાગ્રસ્ત.માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર સુરજબારી ચેકપોસ્ટ નજીક ટ્રાફિક જામ હોય જેથી બલેનો ચાલકે પોતાની કાર ઉભી રાખી હોય તે દરમિયાન પાછળથી પુર ઝડપે આવતી બોલેરો ગાડીએ બલેનો કારને જોરદાર ટક્કર મારતા, બલેનો કાર આગળ રહેલા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બલેનો કાર સવાર કાર ચાલક તથા તેમના પત્ની અને કાકા-કાકી તેમજ તેમનો ૧૦ વર્ષીય પુત્ર સહિતનાઓને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી. હાલ કાર ચાલકની ફરિયાદને આધારે પોલીસે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના ઘુંટુ ગામે હરિઓમ પાર્ક ડી-૫ માં રહેતા અને સીરામીક કોન્ટ્રાક્ટર એવા અંકિતભાઈ ચંદુભાઈ ધોળું ઉવ.૩૨ ગઈ તા.૦૧/૦૬ ના રોજ પરિવાર સાથે કટારીયા હનુમાનધામ ખાતે હવન કરવા જઈ રહ્યા હતા, ત્યારે બે અલગ અલગ કારમાં જેમાં અંકિતભાઈની મારુતિ સુઝુકી કાર રજી.નં. જીજે-૩૬-એસી-૩૧૯૦ માં તેમના પત્ની તથા પુત્ર અને કાકા-કાકી સહિત પાંચ વ્યક્તિ, જ્યારે અન્ય કારમાં તેમના બે ભાઈઓ તેમજ તેમના સસરા સહિતના જઈ રહ્યા હતા, ત્યારે માળીયા(મી)-કચ્છ નેશનલ હાઇવે ઉપર સુરજબારી ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક હોય જેથી અંકિતભાઈએ પોતાની બલેનો કાર ઉભી રાખી હતી. ત્યારે પાછળ આવતી બોલેરો કાર રજી.નં. એપી-૧૬-ટીસી-૮૬૨૭ ના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં તથા ગફલતભરી રીતે ચલાવી અંકિતભાઈની બલેનો કારણે પાછળથી જોરદાર ટક્કર મારતા, બલેનો કાર આગળ ઉભેલ ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી, ત્યારે કારમાં સવાર અંકિતભાઈ સહિતના પાંચેય સભ્યોને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓને ૧૦૮ મારફત માળીયા(મી) સરકારી હોસ્પિટલ તથા તેમના કાકા-કાકીને મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતના પગલે અંકિતભાઈએ માળીયા(મી) પોલીસ મથકમાં ઉપરોક્ત બોલેરો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!