Friday, June 6, 2025
HomeGujaratમાળીયા(મી)ના ચીખલી ગામમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદે હથિયાર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ: એક વ્યક્તિ...

માળીયા(મી)ના ચીખલી ગામમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદે હથિયાર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ: એક વ્યક્તિ ધરપકડ

એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા દેશી બંદૂકો અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત

- Advertisement -
- Advertisement -

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડે ચીખલી ગામમાં દરોડો પાડી દેશી બંદૂકો બનાવતા ગેરકાયદે વર્કશોપનો પર્દાફાશ કર્યો છે. આ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપીનું નામ ખુલતા પોલીસે તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

માળીયા(મી) તાલુકાના ચીખલી ગામના મફતીયાપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાંથી ગેરકાયદે દેશી બાર બોર બંદૂકો બનાવતા વર્કશોપનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મોરબી એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને મળેલી ચોક્કસ માહિતી મુજબ સલીમભાઈ કાદરભાઈ મિયાણા પોતાના રહેણાંક મકાનના પાછળના ફળીયામાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુકો જાતેથી બનાવી અલગ-અલગ ગ્રાહકોને વેચે છે અને હાલ તેની આ પ્રવૃત્તિ ચાલુમાં છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે હકીકત આધારે સલીમ મિયાણાના રહેણાંક મકાને રેઇડ કરતા તેના રહેણાંક મકાનેથી ૨ નંગ દેશી બંદૂક, ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન, ગ્રાઇન્ડર, ડ્રિલ મશીન, લોખંડના છરા, ગન પાવડર, ખાલી કાર્ટીસ અને અન્ય સાધનો સહિત કુલ રૂ.૧૯,૦૭૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ સાથે પોલીસે આરોપી સલીમભાઇ કાદરભાઇ સુલેમાનભાઇ માલાણી રહે.ચીખલી ગામ મફતીયાપરા તા.માળીયા(મી) વાળાની ધરપકડ કરી છે, મોરબી પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલાત આપી કે તેણે ‘યુ-ટ્યુબ’ પરથી હથિયાર બનાવવાનું શીખી, છેલ્લા બે-ત્રણ વર્ષથી ઘરનાં ફળીયામાં જાતે બંદૂકો બનાવીને તેને અલગ-અલગ ગ્રાહકોને વેચતો હતો. જ્યારે અન્ય એક આરોપી સિદીકભાઇ ઉમેદઅલી કાજેડીયા રહે.હાલ ચરાડવા તા.હળવદ વાળાનું નામ ખુલવા પામ્યું હતું, ત્યારે તે આરોપીને ફરાર દર્શાવી તેને પકડી લેવા શોધખોળ શરૂ કરી છે. હાલ એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા બન્ને આરોપીઓ વિરુદ્ધ હથિયારધારા કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!