Saturday, June 7, 2025
HomeGujaratહળવદ: કારમાં દારૂની બોટલ સાથેના વાયરલ વિડીયો પરથી ત્રણ યુવાનો વિદેશી દારૂ...

હળવદ: કારમાં દારૂની બોટલ સાથેના વાયરલ વિડીયો પરથી ત્રણ યુવાનો વિદેશી દારૂ સાથે ઝડપાયા.

હળવદ શહેરમાં વાયરલ થયેલા એક વિડીયો પરથી પોલીસે ત્રણ યુવાનોને વિદેશી દારૂ સાથે ઝડપી લીધેલ છે. પોલીસે દારૂની અડધી ભરેલી બોટલ અને રૂ. ૨ લાખની કિંમતની સ્વિફ્ટ કાર કબ્જે કરી, આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ શહેરમાં પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી છે, જેમાં એક વાયરલ વિડીયોને આધારે ત્રણ યુવાનોને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ તેની ધરપકડ કરી છે. હળવદ પોલીસને સૂચના મળી હતી કે ઇન્સ્ટાગ્રામ આઈ.ડી r_n_sarakar_92_47 પરથી અપલોડ કરાયેલા વિડીયોમાં ત્રણ યુવાન એક ફોર વ્હીલ કારમાં વિદેશી દારૂની બોટલ સાથે જોવા મળેલ છે. જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે હળવદ પીઆઇની સૂચના મુજબ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ હતી.

વિડીયોની ચકાસણી કરતા જેમાં આરોપી દર્શન ઉર્ફે દશો ભરતભાઈ તારબુંદીયા રહે. કણબીપરા હળવદ, રુદ્ર કૌશિકભાઈ ઉર્ફે ગોપી ઠાકર રહે. જાની ફળીયા હળવદ તેમજ રજની ઉર્ફે જગુડો રાજુભાઈ ગોયલ રહે. ગોરી દરવાજા હળવદ વાળા એમ ત્રણ શખ્સોની ઓળખ થઇ હતી. ત્યારે ઉપરોક્ત ત્રણેય યુવાનો મારૂતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ કાર રજી.નં. જીજે-૦૩-એમબી-૭૧૨૪માં મુસાફરી કરતા હતા. પોલીસે તેમને હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે રોકી તપાસ હાથ ધરી હતી. પોલીસને કારની પાછળની સીટની નીચેથી એક વિદેશી દારૂની અડધી બોટલ મળી આવી હતી. જેથી પોલીસે ત્રણેય આરોપીઓની અટક કરી, સ્વીફ્ટ કાર કિ.રૂ.૨ લાખ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!