Monday, July 7, 2025
HomeGujaratમોરબીમાં વર્ષ ૨૦૧૪માં નોંધાયેલા પોક્સો કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા...

મોરબીમાં વર્ષ ૨૦૧૪માં નોંધાયેલા પોક્સો કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતી પોક્સો કોર્ટ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથીએક સગીરવયની દીકરીને તા. ૪/૬/૨૦૧૪ ના રોજ લલચાવી ફોસલાવી બદકામ તેમજ લગ્ન કરવાના ઇરાદે ફરિયાદીના વાલીપણા માંથી અપહરણ કરી ભગાડી લઈ જઈ વારંવાર શરીર સંબંધ બાંધી જાતીય સતામણી કરતા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો જે કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી, મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી આરોપી અરવીંદ ઠાકરશીભાઇ આત્રેશાએ ફરીયાદીની સગીરવયની દીકરી ઉંમર વર્ષ ૧૬ વર્ષ ૬ માસ વાળીને ગત તા. ૪/૬/૨૦૧૪ ના રોજ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે લગ્ન કરવાના ઇરાદે ફરિયાદીના વાલીપણા માંથી અપહરણ કરી મોટર સાયકલમા બેસાડી ભગાડી લઇ ગયો હતો.જે અંગેની ફરિયાદ તા. ૭/૬/૨૦૧૪ ના રોજ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને તા.૧૧/૬/૨૦૧૪ ના રોજ આરોપી તેમજ ભોગબનનાર મળી આવ્યા હતા.ભોગબનનારના નિવેદનમા આરોપીએ વારંવાર શરીર સંબંધ બાંધી જાતીય સતામણી કર્યાની કબૂલાત આપી હતી. ત્યાર બાદ મોટર સાયકલ મૂકી હળવદ રોડ વીડી સીમમાં રાત્રીના જાતીય સતામણી કરેલ બાદ ત્યાથી ભગાડી મહારાષ્ટ્રના કનડ ગામે લઇ જઇ ત્યા પણ જાતીય સતામણી કર્યાની કબૂલાત આપી હતી.જે કેસ અગાઉ એડીશ્નલ સેશન્સ કોર્ટ રાજકોટ ખાતે નોંધવામાં આવ્યો હતો.ત્યાર બાદમાં કેસ રાજકોટથી મોરબી વિશેષ ન્યાયધિશ (પોકસો કોર્ટ ) અને સેશન્સ જજની ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ સામે કેસ ટ્રાન્સફર કરવામા આવ્યો હતો. જે કેસમાં ફરિયાદી પક્ષ તરફથી ૧૦ મૌખિક અને ૨૫ લેખીત પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.આ કેસમાં આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૩ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૫ (પાંચ) વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૫,૦૦૦/- (અંકે રૂપીયા પાંચ હજાર પુરા) નો દંડ, અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૧ (એક) માસની સાદી કેદની સજા, ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૬ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૭ (સાત) વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦/- (અંકે રૂપીયા દસ હજાર પુરા) નો દંડ, અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજા, ભારતીય દંડ સંહિતાની કલમ-૩૭૬ ની સાથે જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ, ૨૦૧૨ ની કલમ – ૪, ૬ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે ૨૦ (વીસ) વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦/-(અંકે રૂપીયા દશ હજાર પુરા) નો દંડ, અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજા તેમજ મુદામાલ વાહન અંગે અગાઉ જો કોઈ હુકમ થયો હોય તો બીનશરતી કાયમ રાખવો અને જો ન થયેલ હોય તો વાહનની માલીકીની ખરાપણાની ખાતરી કર્યા બાદ તેના મુળ માલીકને પરત સોપવુ, ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-૪૨૭ અંતર્ગત આરોપીને કરવામાં આવેલ ઉપરોકત તમામ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-૪૨૮ ની જોગવાઈ મુજબ, આરોપી જેટલો સમય કાચા કામના કેદી તરીકે જેલમાં રહયા હોય, તેટલો સમય તેમને સજા સજામાં મજરે આપવાનો હુકમ કરવામાં આવે છે, ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-૩૬૩(૧) ની જોગવાઈ મુજબ, આ ચુકાદાની એક નકલ આરોપીને વિનામુલ્યે સત્વરે પુરી પાડવા હુકમ કરવામાં આવે છે. તેમજ વધુમાં ભોગ બનનારને ગુજરાતની વળતર માટેની યોજના, ર૦૧૯ ના નિયમો તથા શેડયુલના અનુક્રમ નં. ૯ તેમજ નિયમ-૯(૫) અનુસાર, અપીલ પીરીયડ બાદ ભોગ બનનારને રૂા. ૪,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા ચાર લાખ પુરા) + આરોપી જે દંડની રકમ રૂા. ૨૫,૦૦૦/- (અંકે રૂપીયા પચ્ચીસ હજાર પુરા) ભરે તે મળી કુલ રૂા. ૪,૨૫,૦૦૦/- (અંકે રૂપીયા ચાર લાખ પચ્ચીસ હજાર પુરા) વળતર પેટે (આરોપી દંડની રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય તો રૂા. ૪,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા ચાર લાખ પુરા) વળતર પેટે મેળવવા હકકદાર ગણાશે. જે ચુકવી આપવા કમલ રસિકલાલ પંડયા વિશેષ ન્યાયધીશ (પોકસો કોર્ટ) અને અધિક સત્ર ન્યાયાધીશ, ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ મોરબી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!