Saturday, July 5, 2025
HomeGujaratવાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે દારૂના ગુન્હામાં ફરાર આરોપીને પકડી પાડયો

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે દારૂના ગુન્હામાં ફરાર આરોપીને પકડી પાડયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાશતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. વાંકાનેર સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે પ્રોહીબીશન ગુન્હામાં નાસતા ફરતા રહે. સાયલા તાલુકા વાળો આરોપી હાલ વાંકાનેર બાઉન્ડ્રી પાસે બ્રિજ નીચે ઉભો છે તે બાતમીના આધારે રેઇડ કરી આરોપી અમીરાજભાઈ રવુભાઈ ખવડને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠી તરફથી નાશતા ફરતા આરોપીઓની તપાસ કરી તાત્કાલીક પકડી પાડી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા , વાંકાનેર વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ નાશતા ફરતા આરોપીઓની શોધખોળ કરવા માટે પ્રયત્નશીલ હતી તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કિર્તિસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ પલાણીને સંયુક્ત ખાનગી બાતમી મળી કે, વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા દારૂ અંગેના ગુનામાં ફરાર આરોપી અમીરાજભાઈ રવુભાઈ ખવડ (રહે.ગરમભાડી, ડેરી ચોક વિસ્તાર સાયલા તાલુકા) વાળાનું નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબનું વોરંટ મેળવેલું છે. જે નાશતો કરતો આરોપી હાલે વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચે ઉભો છે. જે આરોપીની બાતમીના આધારે વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી પકડી પાડી ગુન્હાના કામે અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને પ્રોહીબીશનના ગુન્હાના નાશતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

જેમાં ડી.વી.ખરાડી પોલીસ ઇન્સ્પેક્ટર સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા, ચમનભાઇ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિર્તિસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ પલાણી, શક્તિસિંહ પરમાર, અજયસિંહ ઝાલા તેમજ અશ્વિનભાઈ રંગાણી અને સામતભાઈ છુછીયા દ્વારા કામગીરી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!