Saturday, June 7, 2025
HomeGujaratહળવદના કેદારીયા ગામે રહેણાંક પાછળ કચરામાં છુપાવેલ વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક...

હળવદના કેદારીયા ગામે રહેણાંક પાછળ કચરામાં છુપાવેલ વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક પકડાયો.

હળવદ તાલુકાના કેદારીયા ગામે વાડીના રહેણાંક પાછળ ઝાડ-પાનના કચરામાં છુપાવેલ વિદેશી દારૂની નાની મોટી ૧૯૨ બોટલ અને બિયરના ૬૪ ટીન સાથે હળવદ પોલીસે એક ઇસમની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે તાલુકાના કેદારીયા ગામે શ્રવણ જીંજુવાડિયા પોતાની વાડીના રહેણાંક મકાન પાછળ ઝાડ-પાનના કચરામાં વિદેશી દારૂ બિયરનો જથ્થો સંતાડી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત હળવદ પોલીસે કેદારીયા ગામે ઉપરોક્ત આરોપીના વાડીના રહેણાંક પાછળ રેઇડ કરતા, જ્યાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૨૯૨ નંગ બોટલ અને બિયરના ૬૪ ટીન એમ કુલ રૂ.૪૫,૨૮૦/-ના મુદ્દામાલ સાથે આરોપી શ્રવણ જયંતીભાઈ જીંજુવાડિયા ઉવ.૨૭ રહે. કેદારીયા ગામ વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!