Sunday, June 8, 2025
HomeGujaratમોરબીના મકનસર ગામે કારની ઠોકરે દસ વર્ષીય બાળકી ઇજાગ્રસ્ત

મોરબીના મકનસર ગામે કારની ઠોકરે દસ વર્ષીય બાળકી ઇજાગ્રસ્ત

મોરબી તાલુકાના મકનસર ગામે ઍક્સેલ સીરામીક સામે સર્વિસ રોડ ઉપર માતા-પુત્રી ચાલીને જતા હોય તે દરમિયાન ફોરવ્હીલ ચાલકે પોતાની કાર બેદરકારીભરી અને પુરઝડપે ચલાવી ૧૦ વર્ષીય બાળકીને પાછળથી ટક્કર મારતા, માસુમ બાળકીને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે બાળકીને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીના પગનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવ મામલે ઇજાગ્રસ્ત બાળકીની માતા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફોરવ્હીલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, મૂળ દેવભૂમિ દ્વારકાના દ્વારકા ગામે રહેતા હાલ વાંકાનેર મીલ પ્લોટમાં ભાડેથી રહેતા કવિતાબેન રમણિકભાઈ પરષોત્તમભાઈ સોલંકી ઉવ.૨૭ દ્વારા તાલુકા પોલીસ મથકમાં કાર રજી.નં. જીજે-૩૬-આર-૯૮૫૫ ના આરોપી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ગઈ તા.૦૨ મે ૨૦૨૫ ના રોજ કવિતાબેન અને તેમની ૧૦ વરસી પુત્રી ઢબુબેન તેમના પરિચિત બહેન કે જેઓ મકનસર ગામે કારખાનામાં કામ કરે છે તે કારખાને કામની તલાસમાં ગયા હતા, ત્યારે મકનસર ગામ નજીક ઍક્સેલ સીરામીક સામે સર્વિસ રોડ ઉપર ચાલીને જતા હોય ત્યારે ઢુંવા તરફથી આવતી કારણ ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવી ૧૦ વર્ષીય ઢબુબેનને પછસલથી અડફેટે લેતા, બાળકી નીચે પડી ગયી હતી, ત્યારે પગમાં ગંભીર ઇજાઓ પહોચતા સારવાર માટે ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી હતી, અકસ્માતની ઘટના અંગે પ્રથમ કાર ચાલક સાથે સમાધાનની વાત ચાલતી હોય જેથી જે તે સમયે ફરિયાદ નોંધવામાં ન આવી હતી, હાલ સમાધાન ન થતા, ભોગ બનનાર દીકરીની માતાએ અકસ્માત સર્જનાર કાર ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!