Sunday, June 8, 2025
HomeGujaratટંકારાના હરબટીયાળી ગામે વાડીમાં પાણીની પાઇપલાઇન બાબતે કુટુંબીક ભાઈઓ વચ્ચે મારામારી:સામસામી ફરિયાદ...

ટંકારાના હરબટીયાળી ગામે વાડીમાં પાણીની પાઇપલાઇન બાબતે કુટુંબીક ભાઈઓ વચ્ચે મારામારી:સામસામી ફરિયાદ નોંધાઈ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ધણસેરના માર્ગ નજીક આવેલ કુટુંબી ભાઈઓના ખેતરમાં પાણીની પાઇપલાઇન કાપવા બાબતે બન્ને પક્ષના સભ્યો આમને સામને આવી ગયા હતા, જેમાં પ્રથમ બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ જતા, લાકડી અને પથ્થરના ઘા મારી બન્ને પક્ષના ૪ લોકોને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી, ત્યારે ટંકારા સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બન્ને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે બન્ને પક્ષના કુલ ૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ પક્ષે નોંધાવેલ ફરિયાદમાં હાલ રાજકોટના મવડી ચોકડી નજીક આદર્શ એવન્યુ સોસાયટીમાં ફ્લેટ નં.૭૦૨ માં રહેતા મૂળ ટંકારના હરબટીયાળી ગામના વતની રજનીકાંતભાઈ ખીમજીભાઈ સંઘાણી ઉવ.૪૫ એ ખુશાલભાઈ જેઠાભાઇ સંઘાણી, નૌતમભાઈ ટપુભાઈ સંઘાણી તથા કીર્તિભાઈ ટપુભાઈ સંઘાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી રજનીકાંતભાઈ તથા તેમનો ભાઈ પંકજ પોતાની વાડીએ જતા પોતાની વાડીમાંથી આરોપી ખુશાલભાઈની પાણીની પાઇપલાઇન નીકળતી હોય જે કાઢવાની હોય પરંતુ કાઢેલ નહી અને તે દરમિયાન પંકજભાઈ ચાલીને બીજી વાડીએ જતા હોય ત્યારે રસ્તામાં આરોપી ખુશાલભાઈ અને નૌતમભાઈએ ફરિયાદી રજનીકાંતભાઈ તથા તેમના ભાઈ સાથે બોલાચાલી ગાળાગાળી તેમજ છુટાહાથની મારામારી કરતા હોય તે દરમિયાન આરોપી કીર્તિભાઈ લાકડી લઈને આવી રજનીકાંતભાઈ અને પંકજભાઈને માર મારતા તેઓને મૂંઢ ઇજાઓ પહોંચી હતી.

જ્યારે સામ પક્ષની ફરિયાદમાં મૂળ હરબટીયાળી ગામના વતની હાલ રાજકોટ-મોરબી સેટેલાઇટ ચોક ઇન્દ્રપ્રસ્થ-૨ શેરી નં.૪ માં રહેતા કીર્તિભાઈ ટપુભાઈ સંઘાણી ઉવ.૪૨ એ પણ તેમના કુટુંબી ત્રણ ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી પંકજ ખીમજીભાઈ સંઘાણી, રજનીકાંતભાઈ ખીમજીભાઈ સંઘાણી, કલ્પેશ ખીમજીભાઈ સંઘાણી ફરિયાદી કીર્તિભાઈના કુટુંબીક ભાઈઓ થતા હોય ત્યારે ફરીયાદીનો કુટુંબીક ભાઈ ખુશાલભાઈની પાણીની પાઇપલાઇન આરોપી પંકજભાઈ તથા આરોપી રજનીકાંતભાઈઓ ખોદકામ કરી કાપતા હોય જેથી ખુશાલભાઇએ ના પાડતા આરોપીઓને સારૂ ન લાગતા આરોપીઓએ ખુશાલભાઈ તથા નૌતમભાઈ સાથે બોલાચાલી ઝધડો કરી ઢીકા પાટુનો માર મારતા ફરીયાદી કીર્તિભાઈ છોડાવા વચ્ચે પડતા આરોપી પંકજે પથ્થરનો છુટ્ટો ઘા મારી દીધો હતો, જેથી કીર્તિભાઈને માથામાં ત્રણ ટાકા આવ્યા તેમજ આરોપી કલ્પેશભાઈએ લાકડી લઇ આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉપરોક્ત બંને પક્ષોની ફરિયાદને આધારે ટંકારા પોલીસે બન્ને પક્ષના કુલ ૬ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમો તથા જીપી એક્ટ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!