મોરબી તાલુકાના ઘુંટુ ગામ નજીક સીટી સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળરહે. બિહાર રાજ્યના દરભંગા જીલ્લાના જાલે હાટ પંચાયતના વતની સદરે આલમ ઉર્ફે મુલચંદ મોહમદ તૈયબ શેખ ઉવ.૩૮ ગઈ તા.૦૬ જૂનના રોજ સાંજના ૬ વાગ્યા પહેલા ઘુંટુ ગામની સીમ જુના ઘુંટુ રોડ ઉપર સેલોન સીરામીકની બાજુમાં યેસા ટાઈલ્સ નામના કારખાનામાં માટીના ઢગલા ઉપર કોઈ બીમારી સબબ તેનુ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ મામલે તાલુકા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે