Sunday, June 8, 2025
HomeGujaratસ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા દરોડાના કેસમાં મોરબી એલસીબીએ બે આરોપીઓને રાજસ્થાન ખાતેથી...

સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા દરોડાના કેસમાં મોરબી એલસીબીએ બે આરોપીઓને રાજસ્થાન ખાતેથી પકડી પાડયા:દારૂ નકલી હોવાનો ખુલાસો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ઇંગ્લીશ દારૂના ગોડાઉનના ગુનાના બે આરોપીઓને રાજસ્થાન રાજ્યના જાલોર તેમજ બાડમેર જિલ્લા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચ મોરબી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બે જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે તપાસ કરતા દારૂ માટે ગોડાઉન ભાડે રાખનાર વ્યક્તિ નહિ હોવાનું સામે આવ્યું હતું.ત્યારે પોલીસે ટીમ બનાવી રાજસ્થાન ખાતે મોકલી બંને આરોપીને પકડી પાડયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ગત તા.૨૩/૦૧/૨૦૨૫ ના રોજ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લજાઇ જી.આઇ.ડી.સી.માં શ્રી સંકલ્પ ગોડાઉનની સામે આવેલ બંધ ગોડાઉનમાંથી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો ૨૧૪૭ નંગ કિંમત રૂ.૧૧,૮૧,૪૧૪/- નો મુદામાલ પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ ટંકારા પોસ્ટેમાં સી-પાર્ટ ગુ.ર.નં.૦૦૬૧/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫એઇ ૧૧૬બી ૮૧ ૮૩ મુજબ ગુનો દાખલ કર્યો હતો. તેમજ ગત તા.૨૬/૦૧/૨૦૨૫ ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શક્ત શનાળા ગામના પાટીયા પાસેથી આશરે ૩ કિ.મી.દૂર રાજપર ગામ તરફ રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ભુમી નામનાં ગોડાઉનમા સ્ટેટ મોનીટરીંગ સેલે ઇંગ્લીશ દારૂની બોટલો ૧૭,૫૧૪ નંગ કિંમત રૂ.૭૬,૩૯,૦૯૨/- તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ.૧,૧૧,૯૪,૨૧૨/- નો મુદામાલ કબ્જે કરેલ ૪ આરોપીઓને સ્થળ ઉપરથી પકડી પાડી કુલ ૧૧ આરોપીઓ વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સી-પાર્ટ ગુ.ર.નં.૦૧૨૨/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫એઇ ,૧૧૬બી ૮૧,૮૩,૯૮(૨) તથા બી.એન.એસ.ની કલમ ૩૩૬(૨),૩૩૬(૩),૩૪૦(૨) ૬૧(૨) મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે બન્ને ગુનાઓની તપાસ અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોરબીને સોપી ગુનાના તમામ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા તેમજ જરૂરી તમામ પુરાવાઓ એકત્રીત કરવા સુચના આપી હતી. જેથી ગુનાના ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર, કબ્જે કરેલ વાહન માલીકો, ચાલક તેમજ ઇંગ્લીશ દારૂની ડીસ્લરી વાઇઝ તપાસ તેમજ મળી આવેલ બિલ્ટી અને ગોડાઉન ભાડેથી રાખનાર કમલેશ હનુમાનરામ રહે.અડાસર બિકાનેર રાજસ્થાન વાળાઓને તાત્કાલીક પકડી પાડવા માટે પોલીસ ઇન્સપેકટર વી.એન.પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ તેમજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક તેમજ રાજસ્થાન રાજ્યમાં મોકલી તપાસ કરાવતા બન્ને ગુનાના ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ તે તમામ દારૂ ડુપ્લીકેટ હોવાનું, કબ્જે કરેલ બિલ્ટી ખોટી હોવાનું, કબ્જે કરેલ વાહનો પણ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી ખરીદ કર્યા હોવાનુ તેમ ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન નામની કોઇ વ્યક્તી નહી હોવાનુ સામે આવ્યું હતું. અને આ ભાડા કરારથી ગોડાઉન ભાડે રાખનાર વ્યક્તીએ પોતાની ખોટી ઓળખ આપી ખોટા આધારકાર્ડ બનાવી તેમજ ખોટી સહીઓ કરી બન્ને ગોડાઉન ભાડે રાખ્યાનું સામે આવ્યું હતું. જે બન્ને ગુનાઓના દશ જેટલા આરોપીઓને અટક કરવામાં આવી છે અને બાકી રહેતા આરોપીઓને પકડી પાડવા માટે મોરબી એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એ.એસ.આઇ. વિક્રમસિંહ બોરાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાને રાજસ્થાન રાજ્યમાં તપાસમાં મોકલ્યા હતા. જે ટીમ દ્રારા બન્ને ગુનામાં પકડવાના બાકી બે આરોપીઓ ગંગારામ હીરારામ પંવાર અને હનુમાનારામ શંકરારામ શાહુને રાજસ્થાન રાજ્યના જાલોર તથા બાડમેર જિલ્લા ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આમ, સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા જાન્યુઆરી-૨૦૨૫ ના માસમાં ટંકારા તાલુકાના લજાઇ જી.આઇ.ડી.સી.વિસ્તારમાં તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના શનાળા જી.આઇ.ડી.સી.વિસ્તારમાં એમ બે અલગ-અલગ ગોડાઉનમાં રેઇડ કરી મોટાં પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી બન્ને ગુનાઓમાં પકડવાના બાકી બે આરોપીઓને રાજસ્થાન રાજ્યના જાલોર તેમજ બાડમેર જિલ્લા ખાતેથી પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે.

જેમાં એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સપેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી, PSI બી.ડી.ભટ્ટ, એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તેમજ ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!