વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટાઉનના માર્કેટ ચોકમાં આવેલ ટાઉનહોલના ખુલ્લા પટ્ટમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા અમુક ઈસમો નજરે પડતા, તુરંત તે જગ્યાએ રેઇડ કરતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગયી હતી. જેથી પોલીસે ૪ ઇસમોને પકડી લેધા હતા, જ્યારે બે ઈસમો નાસી ગયા હતા, જુગાર રમતા પકડાયેલ ચાર ઇસમોમાં મુકેશભાઇ નાજાભાઇ ગોહેલ ઉવ.૩૫ રહે.ભરવાડપરા વાંકાનેર, સંજય નાજાભાઇ ગોહેલ ઉવ.૩૩ રહે. રામચોક વાંકાનેર, કલ્પેશભાઇ બાબુભાઇ મહેતા ઉવ.૪૮ રહે. મેઇન બજાર વાંકાનેર, અતાહુસેન હાતીમભાઇ ત્રિવેદી ઉવ.૫૦ રહે.વોરાવાડ શેરી નં-૦૪ વાંકાનેર વાળાને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે આરોપી મુકેશ વિકાણી રહે-ગાયત્રી મંદિર સામે વાંકાનેર તથા આરોપી મુસ્તુફા સબીરભાઇ હામીદ રહે-વોરાવાડ વાંકાનેરવાળા રેઇડ દરમિયાન ભાગી છૂટ્યા હતા. વાંકાનેર સીટી પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૯,૪૦૦/- કબ્જે લઈ તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.