Monday, June 9, 2025
HomeGujaratહળવદના મેરુપર ગામના વતની અને ઓસ્ટ્રેલિયામાં રહેતો યુવક ગુમ થયા બાદ મૃતદેહ...

હળવદના મેરુપર ગામના વતની અને ઓસ્ટ્રેલિયામાં રહેતો યુવક ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો:પીએમ બાદ મૃતદેહને વતન લવાશે

વિદેશ માં વધુ એક ભારતીય યુવકનું શંકાસ્પદ મોત થયાનો બનાવ સામે આવ્યો છે.હળવદના મેરૂપર ગામનો ૨૯ વર્ષીય જયદીપસિંહ ડોડીયા સાતેક વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો. જે ગત ૧ જૂનના રોજ નોકરીએ ગયા બાદ પરત ફર્યો ન હતો. ત્યારે ન્યુ સાઉથ વેલ્સ (NSW) પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે ગુમ થયેલ યુવાનની તા. ૬ જૂનના રોજ તેના ઇમુ વેલ્સ વિસ્તારમાંથી ઘરની નજીક આવેલ નદીના કાંઠે મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે હાલ પીએમ બાદ મૃતદેહને વતન લાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

હળવદના મેરુપર ગામનો યુવક ઓસ્ટ્રેલિયામાં ગુમ થયા બાદ શંકાસ્પદ હાલતમાં મોત થયાનો બનાવ સામે આવ્યો છે. ૨૯ વર્ષીય જયદીપસિંહ ડોડિયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ગત તા.૧ જૂનના રોજ નોકરીએ ગયા બાદ યુવક પરત ફર્યો ન હતો. ગુમ યુવકની ન્યૂ સાઉથ વેલ્સ (NSW)પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.. તે દરમિયાન ગત તા ૬ જૂનના રોજ તેના ઇમુ વેલ્સ વિસ્તારમાં ઘરની નજીક આવેલ નદીના કાંઠે મૃતદેહ મળી આવ્યો હતો. યુવક સાતેક વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયો હતો. જે યુવકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. અને જે બાદ પત્નીને સાથે લઈ યુવક ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યારે હાલ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા આવતીકાલે પીએમ બાદ મૃતદેહને વતન લાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!