માળીયા(મી) પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રેલ્વે ફાટક નજીક આરોપી નવઘણભાઈ ભીમાભાઈ સનુરા ઉવ.૨૨ રહે. જુના ઘાટીલા તા.માળીયા(મી) વાળાને વિદેશી દારૂની બે બોટલ પેન્ટના નેફામાં લઈને નીકળતા તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, પકડાયેલ આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









