હળવદ: અમદાવાદ-કચ્છ હાઇવે ઉપર જુના દેવળીયા ચોકડી નજીક સીએનજી રીક્ષામાં પેસેન્જર સીટ નીચે ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા રીક્ષા ચાલક આરોપીને પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે વિદેશી દારૂની ૩૨ બોટલ તથા રીક્ષા સહિત ૧.૧૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે અમદાવાદ કચ્છ હાઇવે જુના દેવળીયા ચોકડી કિસ્મત હોટલ નજીક વોચમાં હોય તે દરમિયાન સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૧૩-એવી-૮૮૮૬ આવતા તેને રોકી તેની તલાસી લેતા, રીક્ષાના પાછળના ભાગે પેસેન્જર સીટ નીચે સ્પીકર ખોલતા તેમાંથી વિદેશી દારૂ ઓરેન્જ હિલ વોડકાની ૩૨ નંગ બોટલ કિ.રૂ.૧૬,૦૦૦/- મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી રામજીભાઈ ઉર્ફે રામો ધીરુભાઈ દેગામા ઉવ.૨૩ રહે.મોરબી વીસીપરા વાડી વિસ્તાર મૂળરહે.કંકાવટી તા.ધ્રાંગધ્રા જી.સુ.નગર વાળાની અટકાયત કરી રીક્ષા સહિત રૂ.૧,૧૬,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.