મોરબી તાલુકાના બેલા(રં) ગામે પીપળી-જેતપર રોડ ઉપર રેન્જ સીરામીકની સામે જાહેરમાં વરલીફીચર્સના આંકડાઓ ઉપર પૈસાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમી રહેલ આરોપી ફારૂકભાઈ મહેબૂબભાઈ કુરેશી ઉવ.૪૧ રહે. સિયારામ સીરામીક પાછળ તા.મોરબી વાળાની તાલુકા પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ.૫૦૦/-તથા વરલીફીચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે લઈને તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.