મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ આઈ.બી.આઈ.એસ. નામની સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં ઓડીસાના એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું.
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલી આઈ.બી.આઈ.એસ. સિરામીક કંપનીની લેબર કોલોનીમાં એક દુખદ ઘટના બની હતી. જેમાં મૂળ ઓડીસા રાજ્યના રાઉરકૈલા જીલ્લાના બનેઈગઢ તાલુકાના રહેવાસી ગોપાલભાઇ સનુભાઇ મુંડા ઉવ.૨૫ એ ગઈકાલ તા.૧૨/૦૬ ના રોજ પોતાના રૂમમાં પંખા સાથે દોરી બાંધીને આપઘાત કર્યો હતો. આપઘાત પાછળના કારણમાં મરણ જનાર ગોપાલભાઈને ‘મોનાલીસા’ બીજા પુરૂષ સાથે વાત કરતી હોય જે બાબતે ગોપાલભાઈ અને મોનાલીસા વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હોય જેથી મરણજનાર ગોપાલભાઈને મનોમન લાગી આવતા તેઓએ અણધાર્યું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે, હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે