Sunday, June 15, 2025
HomeGujaratમોરબી એલસીબીએ મકનસર ગામ વાદી વસાહતમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એકને ઝડપી...

મોરબી એલસીબીએ મકનસર ગામ વાદી વસાહતમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબીએ બાતમીને આધારે મોરબી મકનસર ગામ વાદી વસાહત જવાના કાચા રસ્તે આવેલ બાવળની કાંટ પાસેથી સી.એન.જી.રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ૧૦૨ નંગ કિંમત રૂ. ૧,૩૧,૫૦૦/- તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨,૩૬,૫૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીને સુચના આપી હતી, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કામગીરી માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ. સી.બી./પેરોલ ફર્લો સ્કોડના ASI જયસુખભાઇ વસીયાણી, HC જયેશભાઇ વાઘેલા, PC આશીફભાઇ ચાણકીયાને ખાનગી રાહે બાતમી મળી કે, એક પીળા કલરની હુડ વાળી સી.એન.જી.રીક્ષા રજી.નં. GJ-13-AV-6820 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ વાંકાનેર તરફથી મકનસર તરફ આવે છે. તેવી બાતમી આધારે સી.એન.જી. રીક્ષાની વોચ ગોઠવી મકનસર ગામ એક્સેલ સીરામીક પાસે રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન એલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૭૧ ની કિંમત રૂ. ૯૯૪૦૦ /-, 8 પી.એમ. સ્પેશીયલ રેર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૦ ની કિંમત રૂ. ૨૦,૦૦૦/-, ઓફીસર ચોઇસ ક્લાસીસ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૧૧ ની કિ.રૂ.૧૨,૧૦૦/-આમ, કુલ બોટલો નંગ – ૧૦૨ કિંમત રૂ.૨ ૧,૩૧,૫૦૦ /- નો મુદામાલ તેમજ સી.એન.જી.રીક્ષા રજી.નં. GJ-13-AV-6820 કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/- અને મોબાઇલ ફોન ૧ નંગ કિંમત રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૩૬,૫૦૦ /- નો મુદામાલ કબજે કરી આરોપી સમલો અબ્બાસભાઇ કટીયા ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.. તેમજ સુરેંદ્રનગર ટાવર પાસે રહેતા પીંકીબેન માણેક નું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

જેમાં એમ.પી. પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, વી.એન. પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી, PSI બી.ડી.ભટ્ટ એલ.સી.બી.મોરબી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તેમજ ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!