Sunday, June 15, 2025
HomeGujaratમોરબી તાલુકા પોલીસે જુના ઘૂંટુ રોડ પરથી કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ...

મોરબી તાલુકા પોલીસે જુના ઘૂંટુ રોડ પરથી કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ નિકળેલ બે બુટલેગરની ઝડપી પાડ્યા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના જુના ઘુંટુ રોડ ઉપર ફલાવર સીરામીક સામે રોડ ઉપરથી એક હોન્ડા કંપની કાર માંથી ઇગ્લીશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસે પકડી પડ્યો છે. પોલીસે બાતમીના આધારે ઇંગ્લિશ દારૂની ૯૯ નંગ બોટલો કિંમત રૂ. ૧,૩૪,૨૦૦ તેમજ એક હોન્ડા કંપનીની ફોર વ્હીલ્સ કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ સહિત કુલ ૪,૩૪,૨૦૦ નો મુદ્દામાલ સાથે બે આરોપી તેમજ માલ મોકલનાર ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે પ્રોહી./જુગારની ગેર કાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા માટે વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. ત્યારે આજરોજ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે ચારેલની સુચના અતંર્ગત પોલીસ કોન્સ્ટેબલ ભગીસ્થભાઇ લોખીલ, મહેન્દ્રસિંહ ચુડાસમાને સંયુકતમાં ખાનગી બાતમી મળી કે, હળવદ બાજુ થી એક હોન્ડા કંપની સફેદ કલર ની ફોર વ્હીલ ગાડી નંબર GJ-08-CM-2731 વાળી માં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી જુના ધુંટુ રોડ થઇ મોરબી તરફ આવે છે. તેવી બાતમીના આધારે મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ફલાવર સીરામીક સામે રોડ ઉપર વોંચ ગોઠવી ફોર વ્હીલ કાર નંબર GJ-08-CM-2731 વાળી નીકળતા તેને આડસ ઉભી કરી ગાડી રોકાવી ચેક કરતા ગાડીમાં બે ઈસમો બેઠા હતા. જેમની કારની પાછળની સીટમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ ૯૯ ભાગ કિંમત રૂ.૧,૩૪,૨૦૦/- તેમજ એક હોન્ડા કંપની સફેદ કલર ની ફોર વ્હીલ ગાડી નંબર GJ-08-CM-2731 કિંમત રૂ ૩૦૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા અને શુરેશભાઇ ભુપતભાઇ રાઠોડની અટકાયત કરી માલ આપનાર મુબારકભાઈ અલ્યાસભાઇ સંધિ તેમજ લેનાર ઇસમોની અટક કરી તેમની વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં પોલીસ ઇન્સેકટર એસ.કે.ચારેલ, પોલીસ સબ ઇન્સપેકટર એસ.એચ.ભટ્ટ, સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્રારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!