Sunday, June 15, 2025
HomeGujaratગ્રામ પંચાયત ચૂંટણી પહેલા મોરબી એલસીબીને મળી મોટી સફળતા:કોલસાની આડમાં લઈ જવાતો...

ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા મોરબી એલસીબીને મળી મોટી સફળતા:કોલસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો:૧.૦૯ કરોડનો મુદામાલ જપ્ત

કોલસાની આડમાં મોરબીમાં ઠાલવવા માટે લવાતો લાખોના ભારતીય બનાવટના દારૂ ભરેલા ટ્રકને લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોરબી રાજકોટ હાઈવે પરથી ઝડપી પાડી કુલ રૂપિયા ૧.૦૯ કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.જયારે ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી એલસીબી ટીમને મહત્વની સફળતા મળી છે જેમાં મોરબી એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂ ભરેલ ટ્રક નંબર GJ 10 Z 7822 મોરબી નજીકથી પસાર થવાનો છે જેને આધારે એલસીબી ટીમે શનાળા રાજપર ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને ટ્રક શનાળા નજીક પસાર થતા જ ટીમે ટ્રક ચાલકને રોકવાનો ઈશારો કરતા ટ્રક રોકી ન હતી અને ટ્રક ને સ્પીડમાં ચલાવી નીકળી ગયો હતો ત્યારે એલસીબી ટીમે પીછો કરતા ટ્રક ચાલક મોરબી રાજકોટ હાઈવે પર ટ્રક રેઢો મૂકી નાસી છુટ્યો હતો ટીમે ટ્રકમાં તપાસ કરતા કોલસાની બોરીઓની આડમાં વિદેશી દારૂ છુપાવી લઇ જવાતો હોવાનું સામે આવ્યું હતું. અને ટ્રકમાંથી 6696 બોટલ વિદેશી દારૂ તેમજ ૧૦૦ બોરી કોલસો અને ટ્રક સહિત 1.09 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.ત્યારે દારૂ ક્યાંથી લવાયો, ક્યાં લઇ જવાતો હતો તેમજ નાસી જનાર ઇસમને શોધી કાઢવા એલ.સી.બી. એ તપાસ હાથ ધરી છે.હાલમાં એલસીબી ટીમે ટ્રક ડ્રાઈવર,ટ્રક ના માલિક,દારૂ મોકલનાર અને દારૂ મેળવનાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી પંડ્યા,પેરોલ ફર્લો સ્ક્વોડ પીઆઇ વી.એન.પરમાર,પીએસઆઇ બી.ડી.ભટ્ટ તેમજ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ જોડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!