મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં કેરામીક કારખાના સામે સવજીભાઇ વાલજીભાઇ સોલંકી વાળાના ઇંટના ભઠ્ઠાની ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂનો મુદ્દામાદ મોરબી તાલુકા પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેઇડ કરી ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કાચની કંપની શીલપેક નાની/મોટી ૫૭૯ નંગ બોટલો કિંમત રૂ.૧,૫૬,૮૭૬/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે પ્રોહી જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરી વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ તરફથી વધુમાં વધુ પ્રોહી /જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરી વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જેથી આજરોજ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારેલની સૂચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એચ.ભટ્ટ દ્વારા સર્વેલન્સ સ્ટાફના મણસો સાથે પ્રોહી જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવાને સંયુકત બાતમી મળી હતી કે, મોરબી પીપળી ગામની સીમમાં કેરામીકા કારખાના સામે સવજીભાઇ વાલજીભાઇ સોલંકી રહે. મોરબી વાળાના ઇંટાના ભઠ્ઠાની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે તે જગ્યાએ જઈ રેઇડ કરી ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કાચની કંપની શીલપેક નાની/મોટી બોટલો ૫૭૯ નંગ કિંમત રૂ.૧,૫૬,૮૭૬/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપી સવજીભાઇ વાલજીભાઈ સોલંકીની શોધખોળ હાથ ધરી છે. અને આગળી તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજાને સોંપવામાં આવી છે.
પોલીસ ઇન્સપેકટર એચ. કે. ચારેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એચ.ભટ્ટ, એ.એસ.આઇ ભુપતસિંહ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા, મહાવીરસિંહ પરમાર, દેવશીભાઇ મોરી, અરજણભાઇ ગરીયા, પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ મુંધવા, કુલદીપભાઇ કાનગડ, અરવિંદભાઇ મકવાણા, શકતિસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, મહેન્દ્રસિંહ ચુડાસમા, કેતનભાઇ અજાણા, સિધ્ધરાજભાઇ લોખીલ, વિજયભાઇ ડાંગર, રામદેવસિંહ જાડેજા, પંકજભાઇ સેવાર, અર્જુનસિંહ પરમાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.