Saturday, July 12, 2025
HomeGujaratમાળીયા(મી)ના ખીરઈ ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમ ઝડપાયા

માળીયા(મી)ના ખીરઈ ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમ ઝડપાયા

માળીયા(મી) તાલુકાના ખીરઈ ગામમાં ગોસીયા મસ્જિદ પાસે શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને પોલીસે દબોચી લીધા છે. સ્થળ પરથી રોકડા રૂ. ૧૯ હજાર સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. મામલે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખીરઈ ગામના ગોસીયા મસ્જિદ નજીકની શેરીમાં તીનપત્તીનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા આઠ ઈસમોને રંગેહાથ પકડી લીધા હતા. ત્યારે પકડાયેલ આરોપીઓમાં અકબરભાઇ હબીબભાઇ સામતાણી રહે.ખીરઈ તા.માળીયા(મી), અસ્લમભાઇ રાસંગભાઇ સામતાણી રહે.ખીરઈ તા.માળીયા(મી), હાજીભાઇ દાઉદભાઇ ભટ્ટી રહે.ખીરઈ તા.માળીયા(મી), હસનભાઇ ઉમરભાઇ સંઘવાણી રહે. વિરવીદરકા તા.માળીયા(મી), રમજાનભાઇ ઇશાભાઇ જેડા રહે.ખીરઈ તા.માળીયા(મી), મુસ્તાકભાઇ કરીમભાઇ મોવર રહે.માળીયા(મી), રહિમભાઇ હરભમભાઇ મોવર રહે.કાજરડા તા.માળીયા(મી) તથા સીંકદરભાઇ ગુલામભાઇ સામતાણી રહે.ખીરઈ તા.માળીયા(મી) વાળાની અટક કરી માળીયા(મી) પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!