Tuesday, June 17, 2025
HomeGujaratમોરબી જુના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ એકટીવા તસ્કરો હંકારી ગયા

મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ એકટીવા તસ્કરો હંકારી ગયા

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ગેબનશાપીરની દરગાહ પાસે પાર્ક કરેલ એકટીવા મોપેડની ચોરી થયા અંગે વાહન-માલીક દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વધુ એક મોપેડની ચોરી થયા અંગે અત્રેના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં મોરબીના જોન્સનગરના રહેવાસી હાલ રફાળેશ્વર ગામે રહેતા અને ખાનગી વાહનમાં ડ્રાઇવિંગ કરતા વિપુલભાઈ વિનોદભાઈ કુબાવત ઉવ.૨૯ એ વાહન ચોરી અંગેની ફરિયાદમાં જાહેર કર્યું કે, ગત તા.૧૩/૦૬ ના રોજ વહેલી સવારે વિપુલભાઈને ખાનગી ગાડીમાં ફેરો કરવા જવાનું હોય જેથી વિપુલભાઈ પોતાનું એકટીવા મોપેડ રજી.નં. જીજે-૩૬-પી-૪૬૫૫ જુના બસ સ્ટેન્ડ ગેબનશાપીર દરગાહ પાસે પાર્ક કરીને ગાડીમાં ગયા હતા, જ્યાંથી ૧૪/૦૬ના રોજ સાંજે પરત આવ્યા ત્યારે ઉપરોક્ત એકટીવા કોઈ ચોરી કરીને લઈ ગયું હોય, જે અંગે નિયમ મુજબ ઇ-એફઆઈઆર નોંધાવ્યા બાદ, એ ડિવિઝન ખાતે રૂબરૂ ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!