મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ ઉપર વિવેકાનંદનગર-૧ માં રહેતા વિશાલભાઈ ડીનેધભાઈ ચીખલીયા નામના રો-મટીરીયલ્સના વેપારી ગઈ તા.૧૨/૦૬ ના રોજ તેમનું બ્લેક કલરનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-એચએલ-૯૫૬૨ વાળું બાઇક પોતાના કારખાનેથી પરત રાત્રીના ૮ વાગ્યે આવી તેમના કારખાનામાં કામ કરતા મજૂરના ઘર પાસે એટલે કે ગોલા બજાર મહેન્દ્ર ડ્રાઈવ પુલ હોન્ડાના શોરૂમ પાસે પાર્ક કરીને વિશાલભાઈ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા, જે બાદ બીકે દિવસે સવારે વિશાલભાઈ ઉપરોક્ત સ્થળે જ્યાં મોટરસાયકલ પાર્ક કર્યું હોય ત્યાં આવતા, સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જોવા નહીં માલ્ટા, આજુબાજુમાં બાઇક અંગે તપાસ કરતા મળી આવેલ ન હતું, જેથી બાઇક ચોરી અંગે પ્રથમ ઇ-એફઆઈઆર નોંધાવ્યા બાદ, એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.