વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ટાઉન વિસ્તારમાં આબેલ મીલ સોસાયટીમાં ગોડાઉન રોડ ઉપરના ઇરફાનભાઈ ઈકબાલભાઈ ખોખરના રહેણાંક મકાનમાં રેઇડ કરતા, પોલીસને સ્થળ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૭૫૦એમએલની ૨ બોટલ, ૧૮૦ એમએલની ૮ બોટલ તથા ૧૫ બિયરના ટીન એમ કુલ કિ.રૂ. ૭,૦૬૦/-નો મુદ્દામાલ મળી આવતા, તુરંત આરોપી ઇરફાનભાઈની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ઈંગ્લીશ દારૂ-બિયરનો જથ્થો આપનાર આરોપી મોહીન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઇ હાલા રહે-મીલ પ્લોટ ડબલ ચાલી વાંકાનેર વાળો રેઇડ દારીમિયસન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગીનો દકગલ કર્યો છે