ટંકારા ઉગમણા નાકે મુખ્ય શ્મશાન સામે અમરાપર ટોળ પાણી માટે નિકળતી પાઈપલાઈન ટુટી હોય આ અંગેના સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતાં ત્યારે આ પાણી લિક થયું એ ખાડામાં ગૌ વંશ પણ ફસાઈ ને મુત્યુ થતા કોંગ્રેસના કદાવર નેતા મહેશ રાજકોટિયા અને વિરોધપક્ષના નેતા ભુપત ગોધાણીએ તાત્કાલિક અધિકારીઓ સાથે સમસ્યા અંગે ચર્ચા કરી કોન્ટ્રાક્ટર દ્વારા યુધ્ધના ધોરણે લાઈન રિપેરિંગ માટે કવાયત હાથ ધરી ગણતરીના કલાકોમાં લિકેજ પ્રશ્ન સોલ્વ કરી દિધો હતો.
ધણા લાંબા સમય થયા આ કામ માટે તાલુકા પંચાયત પાણી પુરવઠા કચેરી એ સરપંચો દોડધામ કરી હતી પરંતુ પ્રશ્ન લટકતો રહીયો ત્યારે આગેવાન મહેશભાઈ રાજકોટિયાએ કોન્ટ્રાકરો ઓફિસરો પાણી પુરવઠાના અધિકારીઓ નો ઉધડો લેતા જણાવ્યું હતું કે સ્થળ ઉપર હાજર રહી સાંજ સુધીમાં આ પ્રશ્ન પડતરના જ રેવો જોઈ નહીં તો હવે જે કઈ દુર્ઘટના થશે તેની જવાબદારી તમારી જ ફિક્સ થશે આ સમજી લેજો હાજીયા વેળા જરાય ચાલસે નહીં અનુભવી ઓફિસરોને પૂછી લેજો ભૂતકાળમાં કામ સમય પર નહીં કરો તો કેવા પરિણામ ભોગવવા પડે હું કોઈ નું રાખતો નહીં એક જ વાર ફોન કે રૂબરૂ મળીશ બાકી હજુ કામ પેન્ડિંગ લટકે છે એવો શબ્દ સાંભળવાની ટેવ નથી એટલા માં સમજી જવા જેવા કડક વલણ દાખવતાં પ્રશ્નનું તાત્કાલિક સમાધાન થયુ હતું